વિચારોના વમળમાં… / Vortex of Thoughts…

Mind plays games with us all… Don't we know that ???

About Blog / આ બ્લોગ વિશે…!

with 8 comments

હમણાં થોડા સમયથી સમય મળતો નથી… પોતાના માટૅ… કંઈ નવુ વિચારવા માટૅ… કઈ નવું લખવા માટૅ… અને ખબર નહી કેમ પણ જીવનમાં કંઈ ખુટ્તુ હોય તેવુ લાગ્યા કરે છે… ખાસા ત્રણ વરસ સુધી બ્લોગજગતમાં સક્રીય રહ્યા બાદ અચાનક જાણે ઊર્મિઓની ખોટ સાલવા લાગી અને શબ્દોના અભાવે અંતરના આવેગોને ઓસરાવી દીધા… શબ્દ-સાગરના કિનારે, કે જ્યાં લાગણીની ભરતી આવતી હતી ત્યાં હવે ઓટ વરતાવા લાગી…!

From last few months, I couldn’t find time… for me… for thinking something new… for writing something new… and don’t know why, but it constantly feels like something is missing from life… I was writing my Gujarati Blog (of Poems) from last three years… and suddenly I felt like I was missing that spark which was keep me ignited and forcing me to put my feelings on paper… I lose that spark and I lose the sole and beautiful part of my life..!

થોડા સમય સુધી અંદરના અને અંતરના આવેગોને વિસારી દિધા બાદ આજે ફરીથી કઈ નવા સ્વરુપે આરંભ કરવાનુ મન થઈ રહ્યું છે… પણ હવે પદ્યને બદલે ગદ્યનો આસરો લેવાનો વિચાર છે… કદાચ મારા માટે તે વધારે સરળ બની રહે… અને આમ પણ અન્ય દિગ્ગજો તો પદ્યના સુંદર બ્લોગ આપતા જ રહે છે…

For almost more than three months I didn’t write anything… and today it feels like I have to start something new… something in a different way… and that’s why this time I am starting to write more like article and not poems… And I want support from all my friends and readers…!

અહી આ નવા બ્લોગમાં હું આપ સૌનો પહેલા જેવોજ મીઠો સહકાર અને સાથ ઝંખીશ અને મને વિશ્વાસ છે કે આપ સૌ ગુજરાતી સાહિત્ય રસિક મને સહકાર આપશો જ…! આ બ્લોગમાં હું વિચારોના વમળમાં આપ સૌની સાથે ઉતરવા ઈચ્છુ છું… આપણે દર વખતે કોઈ એક સળગતા સવાલને (જીવન વિશે, પ્રેમ વિશે, સાહિત્ય વિશે, માણસો વિશે, અનુભવો વિશે… કે અન્ય કોઈ પણ રસપ્રદ વિષય પર) વિચારોના વમળમાં મુકીશુ અને પછી જોઈશુ કે તે સવાલ અને મિત્રોના રસપ્રદ અભિપ્રાયો તે સળગતા સવાલને વમળમાંથી કિનારે પહોચાડે છે કે મધ દરિયે ડુબાડી નાખે છે…!

Here in this new blog of mine, I expect the same co-operation from all of you… In this blog I will initiate whirlwind of thought with you all and each time we will discuss one or more interesting questions and their different answers… These questions are suppose to be from the field of Life, love, Experiences, Human nature, Human Behavior and similar interesting types… We will put each question in to the cyclone of thoughts and we will see whether the answer can take us to the shore or it will sink us in the mid-ocean.

મિત્રો… જીવનમાં હજારો સવાલો હોય છે… દરેક માણસના સવાલ અલગ… અને દરેક માણસના જવાબ પણ અલગ… એક સરખા અથવા તો એક જ સવાલના જવાબ અલગ અલગ માણસ માટૅ અલગ અલગ હોય છે… અને હોવા જ જોઈએ… કારણકે અલગ અલગ માણસો અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે… તેમની વિચાર સરણી અલગ હોય છે અને તેઓના જીવનના અનુભવો અલગ અલગ હોય છે…!

Dear Readers… Life is full of questions… Everyone of us having different questions for which we are seeking answers…  And we all have different answers for our questions… The answer to same question asked by different persons can be different and it suppose to be different only… because we are different from each other, we have different ideas and mindset… we all tend to think differently… we have different experiences….

ખુબ જ ખ્યાતનામ ફિલસુફ અને સંતો આ પ્રસંગોમાંથી પસાર થયા છે અને તેમના અનુભવનો એક પ્રસંગ અહી ટાંક્યા વગર નથી રહી શક્તો…! એક ખુબ જ મહાન સંત… તેમના ઘણા શિષ્યો અને તેમાથી બે શિષ્યો તેમની પાસે આવ્યા અને લગભગ એક જ સરખો સવાલ કરીને ઉભા રહ્યા…!

પહેલા શિષ્યે સંતને પુછ્યુ… “શું મોક્ષની પ્રાપ્તિ માટૅ ઘરબાર છોડવા જરુરી છે?”
બીજા શિષ્યે સંતને પુછ્યુ…. “શું ઘરબાર છોડ્યા વિના મોક્ષની પ્રાપ્તિ અશશ્ય છે?”

સંતે બન્ને ના સવાલો સાંભળ્યા અને પછી તેમને એક પછી એક એક આવીને તેમનો જવાબ સાંભળવા કહ્યું.

પ્રથમ શિષ્ય આવ્યો અને સંતે તેને કહ્યું કે, “ના, મોક્ષની પ્રાપ્તિ માટે ઘરબાર છોડવાની કોઈ જરુર નથી… રાજા જનક, રાજ કરતા કરતા, પુર્ણ રુપે સંસારમાં રહીને મોક્ષને પામી ગયા…!”

જ્યારે થોડી વાર બાદ બીજો શિષ્ય આવ્યો ત્યારે સંતે તેને કહ્યુ કે, “હા, ઘરબાર છોડ્યા વગર મોક્ષની પ્રાપ્તિ અશક્ય છે…!”

સંતનો અન્ય એક શિષ્ય આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો અને તેણે અંતમાં સંતને પુછ્યુ કે આમ તમે બન્ને શિષ્યોને અલગ અલગ જવાબ કેમ આપ્યો, જ્યારે તેમના સવાલ તો એક્દમ સરખા હતા…?”

સંતે ખુબ જ સુંદર ઉત્તર આપ્યો… તેમણે તે શિષ્યને કહ્યુ કે તેમના સવાલ સરખા લાગે છે પણ સરખા છે નહી…! પ્રથમ શિષ્યના સવાલમાં મોક્ષ પ્રથમ છે અને પછી ઘરબાર છે… તેથી તે ઘરમાં રહીને પણ મોક્ષ મેળવવાઅ સક્ષમ છે… કેમકે તેના માટૅ ઘરબાર કરતા મોક્ષ સાહજીક રીતે પ્રથમ આવે છે…! જ્યારે બીજા શિષ્યના સવાલમાં ઘરબાર પ્રથમ હતુ અને મોક્ષ પાછળથી આવતો હતો… તેના માટે ઘરબાર સાહજીકતાથી વધારે મહત્વના હતા… તેના માટે ઘરમાં રહીને મોક્ષ મેળવવો અશક્ય છે…!

આમ એક જ અથવા તો એક સરખા લાગતા સવાલોના જવાબ અલગ અલગ મનુષ્ય માટૅ અલગ અલગ હોય શકે…! અને હોવા જ જોઈએ…! બધાને એક જ લાકડીએ થોડા હંકાય છે? જેવો બળદ તેવી લાકડી… કેવુ?

આવી જ કઈ રસભરી ચર્ચાઓના વમળમાં નવા નવા સવાલો સાથે ઉતરવાના વિચાર સાથે આપનો આ મિત્ર આપ સૌની સાથે આ નવો બ્લોગ શરુ કરી રહ્યો છે…

આપ સૌ પણ આપની આંગળીનોને અને અનુભવોને સજાવીને આપના અભિપ્રાયો જણાવવા તત્પર રહેજો અને મારા સાહસને આપનો સાથ અને સહકાર આપતા રહેજો…!

I will discussing similar kind of questions which have different answers with you all… and I want your active participation… so be ready with you thinking cap on… brush you fingers and your experiences and prepare to ride the Vortex of thoughts…

– રાજીવ
– Rajiv

Advertisements

Written by રાજીવ ગોહેલ

એપ્રિલ 17, 2010 at 3:58 એ એમ (am)

8 Responses

Subscribe to comments with RSS.

 1. એક નવો વળાંક..સુંદર અભિગમ.. અભિનંદન રાજીવ…

  devikadhruva

  એપ્રિલ 17, 2010 at 7:21 પી એમ(pm)

 2. સરસ ! મળતા રહીશું અને વિચારોનું આદાન પ્રદાન કરતા રહીશુ ! આવજો !

  arvind adalja

  એપ્રિલ 23, 2010 at 3:41 એ એમ (am)

 3. સુંદર અભિગમ.. અભિનંદન
  something special.
  Ramesh Patel(Aakashdeep)

  Ramesh Patel

  જૂન 20, 2010 at 10:09 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: